વાંટા પધ્ધતિ એટલે શું ?

વાંટા પધ્ધતિ એટલે શું ?

વાંટા પધ્ધતિ એટલે શું ?
સુલતાન અહમદશાહે રાજ્યમાં વાંટા પદ્ધતિ દાખલ કરી હતી આ પદ્ધતિ જમીન-વહેંચણીની એક વિશિષ્ટ પ્રથા હતી.
2510494-JHDFJCZZ-7
  • ગુજરાતમાં સલ્તનત સત્તાની સ્થાપના થતાં હિંદુ જમીનદારોની જમીનો જપ્ત કરવામાં આવી હતી. પરિણામે રાજ્યમાં ચારેબાજુ લૂંટફાટ અને ત્રાસ પ્રવતતો હતો. ખેતીને પણ નુકસાન થતું હતું.
  • તેથી પ્રજાને આ ત્રાસમાંથી બચાવવા માટે સુલતાને જમીન વહેંયણી માટે જે નવી પદ્ધતિ દાખલ કરી તેને વાંટા પદ્ધતિના નામે ઓળખાવવામાં આવે છે.
  • આ પદ્ધતિમાં ગામની જમીનના ચાર ભાગ પાડવામાં આવતા, તેમાં ત્રણ ભાગ સુલતાનના અને એક ભાગ જમીનદારનો રહેતો. આ જમીનદારનો ભાગ વાંટા નામે ઓળખાતો, વાંટાની જમીનના બદલામાં જમીનદારે રાજ્યને નિયત સ્વરૂપમાં મહેસૂલ ભરવું પડતું. તેના બદલે ઘણીવાર જમીનદારે જરૂર પડ્યે યુદ્ધમાં ફરજ બજાવવી પડતી અથવા ગામના રક્ષણનો ખર્ય ઉપાડવો પડતો.
  • આ પ્રથા ઈ.સ. 1545 સુધી ચાલુ રહી. મહમૂદ ત્રીજાના સમયમાં તે બંધ થઈ. મુગલ બાદશાહ અકબરે તેને ફરીથી લાગુ કરી.
  • આમ, આ પ્રથા લગભગ ભારત આઝાદ બન્યું, તે પછીના કેટલાક સમય સુધી ગુજરાતમાં અસ્તિત્વમાં રહી.

Ads Atas Artikel

Ads Center 1

Ads Center 2

Ads Center 3